Soil Testing
માતુશ્રી વિરબાઇમા મહીલા સાયંસ અને હોમસાયંસ કોલેજ રાજકોટમા ગુજરાત સરકારશ્રીના ક્રુષી વિભાગ અને શિક્ષણ વિભાગના સહયોગથી સોઇલ હેલ્થ કાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત સોઇલ ટેસ્ટીંગ લેબોરેટરી વર્ષ 2009–10 થી કાર્યરત છે આ લેબોરેટરી દ્વારા અત્યાર (વર્ષ: 2018-19) સુધી કુલ 247 વિધ્યાર્થીની બહેનો દ્વારા કુલ 98429 ખેતીની જમીનની માટીના નમુનાઓનુ પ્રુથ્થકરણ કામગીરી કરેલ છે અને તેના કુલ સોઇલ હેલ્થ કાર્ડ 225208 તૈયાર કરેલછે. તૈયાર થયેલ સોઇલ હેલ્થ કાર્ડ સંબંધીત જીલ્લા ખેતીવાડી અધીકારીશ્રીંને જમા કરાવવાના હોયછે અને તેમના મારફતે જમીન માલીકને વીતરણ કરવામા આવેછે
વર્ષ: 2012-13 થી સમગ્ર પ્રોજેક્ટ ભારત સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ ચાલેછે કોલેજની સોઇલ ટેસ્ટીંગ લેબોરેટરીમા સંબંધીત જીલ્લા ખેતીવાડી અધીકારીશ્રીં દ્વારા ખેતીની જમીનની માટીના નમુનાઓ મોકલવામા આવેછે તેની પ્રુથ્થકરણ કામગીરી વિધ્યાર્થીની બહેનો દ્વારા કરવામા આવેછે આ કામગીરી માટે સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ વિધ્યાર્થીની બહેનોને મહેનતાણુ આપવામા આવે છે જે વિધ્યાર્થીની બહેનોને કોલેજની કે હોસ્ટેલની ફી ભરવામા, ચોપડા કે યુનીફોર્મ ખરીદવામા કે અન્ય રીતે વાલીને મદદરૂપ થાયછે આમ ખરેખર અર્ન વાઇલ લર્ન જેવી આ સ્કીમ વિધ્યાર્થીની બહેનોને ખુબજ ઉપયોગી થયેલ છે
સોઇલ હેલ્થ કાર્ડએ ખેડુતની ખેતીની જમીનની જન્મ કુંડળી છે તેમાથી જમીન માલીકને જમીનનો પ્રકાર, જમીનમા પોષક તત્વોની લભ્યતા, જમીનની ફળદ્રુપતા, પીએચ (અમ્લતા), ઇ.સી. નાઇટ્રોજન, પોટાશ, સેન્દ્રીય કાર્બન, વગેરે તત્વોનુ પ્રમાણ તથા જમીન ખારી કે ભાસ્મિક હોયતો તે જાણી તેને સુધારવાના ઉપાય, ઓછા પાક ઉત્પાદનનુ કારણ, જમીનની ખારાશ વગેરે જાણી શકાય છે અને વાવેલ પાક મુજબ ખાતરોની જરુરીયાત નક્કી કરી, કેટલા પ્રમાણમા આપવા, જમીન કયા પાકો માટે અનુકુળ છે અને કયા પાકો માટે અનુકુળ નથી, તે માહીતી મળે છે તેથી સોઇલ હેલ્થ કાર્ડની મદદથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી ખેડુત આર્થિક રીતે સદ્ધર બની શકે છે
સોઇલ હેલ્થ કાર્ડની અગત્યતા સમજાવવા માટે વાઇબ્રંટ ગુજરાત તારીખ 8th to 13th January 2013 સ્થળ: Science exhibition ગાંધીનગર ખાતે સરકારશ્રીના ક્રુષી વિભાગ અને શિક્ષણ વિભાગના સહયોગથી સોઇલ હેલ્થ કાર્ડની પ્રુથ્થકરણ કામગીરીનુ લાઇવ ડેમોસ્ટ્રેશન દર્શાવતો સ્ટોલ રાખેલ હતો જેનો લાભ અસંખ્ય ખેડુતોએ તથા વિધ્યાર્થીઓએ લીધેલ અને તેની સંપુર્ણ જાણકારી મેળવેલ. આ સ્ટોલની મુલાકાત ઘણા મહાનુભાવો જેમકે મંત્રીશ્રી, સચીવશ્રી, કમીશ્નરશ્રી, અને ઉચ્ચ ક્ક્ષાના અધીકારીશ્રીઓએ લીધેલ અને આ કામગીરીને બીરદાવેલ હતી
ક્રમ | વર્ષ | જીલ્લો | તાલુકાની સંખ્યા | ગામની સંખ્યા | નમુનાની સંખ્યા | સોઇલ હેલ્થ | વિધ્યાર્થીની બહેનોની સંખ્યા |
---|---|---|---|---|---|---|---|
1 | 2010-11 | રાજકોટ | 5 | 74 | 19927 | ---- | 22 |
2 | 2011-12 | રાજકોટ | 4 | 30 | 10014 | 10013 | 17 |
3 | 2012-13 | રાજકોટ | 4 | 28 | 10484 | 10484 | 19 |
4 | 2014-15 | જુનાગઢ | 2 | 14 | 5005 | 5005 | 34 |
રાજકોટ | 2 | 21 | 8874 | 8874 | |||
5 | 2015-16 | રાજકોટ | 1 | 10 | 9750 | 9750 | 36 |
6 | 2016-17 | સુરેંદ્રનગર | 3 | 108 | 11854 | 52606 | 34 |
7 | 2017-18 | અમરેલી | 3 | 69 | 10564 | 41783 | 44 |
8 | 2018-19 | ભાવનગર | 6 | 174 | 11957 | 86693 | 41 |
Total | 30 | 528 | 98429 | 225208 | 247 |